બિહારના છપરામાં ચાલુ પ્રવચને સ્ટેજ પર જ ઢળી પડ્યા પ્રોફેસર થયુ મોત

Sandesh 2022-10-23

Views 204

બિહારના છપરામાં મારુતિ માનસ મંદિર પરિસરમાં ચાલી રહેલી શ્રી હનુમાન જયંતિની ઉજવણી દરમિયાન એક દર્દનાક ઘટના બની હતી. અહીં પ્રવચન દરમિયાન મંદિરના મુખ્ય સચિવ અને નિવૃત્ત પ્રોફેસર રણંજય સિંહને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો, ત્યારબાદ તેમનું સ્ટેજ પર જ અવસાન થયું.
હનુમાન જયંતિના કાર્યક્રમમાં શનિવારે સાંજે અયોધ્યાથી પધારેલા સંત રત્નેશ્વરજીનું પ્રવચન ચાલી રહ્યું હતું. તેમના પ્રવચનના અંત પછી, રણંજય સિંહ લગભગ 7 વાગ્યે મંચ પરથી ભક્તોને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS