ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા વધુ એક ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આપ દ્વારા આ સાતમું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 13 ઉમેદવારોના નામ પર મહોર લગાવવામાં આવી છે. વઢવાણ બેઠક પરથી હિતેષ પટેલ, ગાંધીનગર ઉત્તર બેઠક પરથી મુકેશ પટેલ, જસદણ બેઠક પરથી તેજસ ગાજીપરા, સુરતની માંડવી બેઠક પરથી સયનાબેન ગામીત તેમજ જામનગર ગ્રામ્ય બેઠક પરથી પ્રકાશ દોંગા સહિત અલગ અલગ બેઠક પર 13 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.