કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ હિમાચલના પ્રવાસે છે. અમિત શાહે અહીંના કરસોગના બરલ ગ્રાઉન્ડમાં જનસભાને સંબોધન કર્યું હતું. શાહે કહ્યું કે, જ્યારથી હું હેલિપેડ પરથી નીચે ઉતર્યો છું, માત્ર લોકોની ભીડ જ દેખાઈ રહી છે. લોકો બીજા અને ત્રીજા માળે પણ ઉભા છે, હું જનતાનો આભાર માનું છું. શાહે કરસોગના પ્રમુખ દેવતા દેવ મહુનાગના ચરણ સ્પર્શ કરીને તેમના સંબોધનની શરૂઆત કરી હતી.