ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. સોમવારે વિદેશ મંત્રી એસ જયશંકરે ગુજરાતમાં કહ્યું હતું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આતંકવાદમાં નિષ્ણાત છે. પાકિસ્તાન સિવાય બીજો કોઈ એવો દેશ નથી જેણે આતંકવાદને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હોય. હવે જયશંકરના નિવેદનથી પાકિસ્તાન લાલચોળ થઈ ગયું છે. હંમેશની જેમ તેણે ફરી ગુસ્સામાં ભારત વિશે ખોટા દાવા કર્યા છે, દુનિયાને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે.