દેશના 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ આજે આવશે. તેમાં ઉત્તર પ્રદેશની ગોલા ગોકરનાથ, બિહારની મોકામા અને ગોપાલગંજ, મહારાષ્ટ્રની અંધેરી પૂર્વ, તેલંગાણાની મુનુગોડે, ઓડિશાની ધામનગર અને હરિયાણાની આદમપુર વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ગુરુવારે મતદાન થયું હતું. આ 7 બેઠકોમાંથી 3 ભાજપ, 2 કોંગ્રેસ અને એક-એક બેઠક આરજેડી અને ઉદ્ધવ ઠાકરે જૂથના પક્ષે હતી