ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેર થઈ ગઈ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો કામગીરીમાં જોડાઈ ગયા છે. અને જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ભાજપે 160 બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરી દીધી છે જ્યારે આપે લગભગ 170થી વધુ બેઠકો પર મુરતિયા ઉતારી દીધા છે. ત્યારે કોંગ્રેસે અગાઉ જાહેર કરેલી 43 ઉમેદવારોની યાદી બાદ ગઈકાલે મોડી રાત્રે બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં વધુ 46 ઉમેદવારોના નામ પર સત્તાવાર જાહેરાત કરાઇ છે.