ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે દરેક પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. ત્યારે ભાજપે પણ પ્રથમ યાદીમાં 160 ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉમેદવારોના નામ જાહેર થતાં ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાજપના ટિકિટ વાંચ્છુઓમાં નારાજગી જોવા મળી રહી છે.