ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીની પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે ગુજરાતમાં ચૂંટણીનું વાતાવરણ ચાલી રહ્યું છે પરંતુ કેટલાક એવા નિવેદનો આવે છે જે ગુજરાત ગૌરવનું અપમાન છે. કોંગ્રેસના અધ્યક્ષ આજે આવવાના હતા પરંતુ આવ્યા નહી.
મધુસૂદન મિસ્ત્રીએ પ્રધાનમંત્રી વિરુદ્ધ નિંદા કરી છે. આવા શબ્દોને અમે વખોડી કાઢીએ છીએ. ઓકાત જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. કોંગ્રેસના નેતાઓ મર્યાદાને નીચા સ્તર પર લઈ જઈ રહ્યા છે. મોતના સોદાગર શબ્દ સોનિયા ગાંધીએ 2007માં કહ્યો હતો. આ ગુજરાતની ભૂમિ છે. અહીથી ગાંધીજી અને સરદાર વલ્લભ પટેલ નીકળ્યા હતા. રાષ્ટ્રપતિના વિરુદ્ધમાં પણ તૃણમૂલ કોંગ્રેસના નેતાએ ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો છે.