ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પ્રમુખ અસદ્દુદીન ઓવૈસીને સુરતમાં એ સમયે વિરોધનો સામનો કરવો પડયો જ્યારે તેઓ એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં ત્રણ ડઝન સીટો પર ચૂંટણી લડી રહ્યો છે. આ બધાની વચ્ચે સુરતમાં એક જનસભા દરમ્યાન મુસ્લિમ યુવકોએ જ ઓવૈસીને કાળા ઝંડા દેખાડીને તેનો વિરોધ કર્યો અને મોદી-મોદીના નારા લગાવ્યા.
અસદુદ્દીન ઓવૈસીના વિરોધનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જો કે સાંસદ ઓવૈસીની તેના પર હજી સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી. ઓવૈસી સુરત પૂર્વ સીટ પરથી પાર્ટીના ઉમેદવાર માટે સભા કરવા પહોંચ્યા હતા. આ દરદમ્યાન પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણ પણ તેમની સાથે હાજર હતા.