સુરતમાં વરસાદ બાદ ડિંડોલી ગરનાળામાં પાણી ભરાયા છે. જેમાં ગરનાળુ અવર-જવર માટે બંધ કરાયુ છે. તેમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. સુરતમાં
વરસાદી માહોલ જામ્યો છે. તેમાં વરસાદ પડતાં ડિંડોલી ગરનાળું ભરાતા હજારો કારીગર, રત્નકલાકારોને અસર થઇ છે. તેમજ પાણી ભરાતા કાપડ માર્કેટ અને હીરા કારખાને જતાં કારીગરો
ને હાલકી થઇ રહી છે. તથા પાણી જવાનો યોગ્ય નિકલ નહિ થતા પાલિકાની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.