ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે નિર્ણાયક T20 મેચ આજે નેપિયરમાં ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગ્યાથી રમાશે. હવે જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે શ્રેણી 2-0થી કબજે કરશે. મનોહર માર્ગો, પર્વતો અને ઘાસના મેદાનો વચ્ચે સુંદર સફરની મજા માણી ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની અંતિમ T20 રમવા નેપિયર પહોંચી હતી.