શ્રદ્ધા હત્યા કેસમાં વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. શ્રદ્ધાએ બે વર્ષ પહેલા નવેમ્બર 2020માં આફતાબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં શ્રદ્ધાએ આફતાબને લઇને કહ્યું હતું કે તેના જીવને ખતરો છે. એટલું જ નહીં, શ્રદ્ધાએ દાવો કર્યો કે આફતાબ તેના શરીરના ટુકડા કરવાની ધમકી આપે છે. શ્રદ્ધાએ મુંબઈના તુલિંજ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ કરી હતી.