રાજકોટમાં નિકુંજ ધોળકિયા નામના યુવકે માલવિકા નામની મહિલા કોન્સ્ટેબલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ થોડા સમય બાદ જ આ કપલમાં પ્રેમ ઓછો થયો અને પતિ-પત્ની વચ્ચે ઝઘડા પણ શરૂ થયા. કોન્સ્ટેબલ પત્ની સાથે પ્રેમ લગ્ન કરનાર નિકુંજ નામના પીડિત દ્વારા પત્ની પોલીસ હોવાનો રોફ દર્શાવી ત્રાસ આપતી હોવાની ફરિયાદ પોલીસ કમિશ્નરને કરવામાં આવી છે.