ગુજરાત વિધાનસભા ચૂંટણીનો રંગ જામ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જો ઓલિમ્પિકનું આયોજન થશે તો ગુજરાતમાં જ થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. આ સાથે જ તેમણે ગુજરાત સાથે જોડાયેલી ઘણી વાતો કરી. તેમણે ખાસ કહ્યું કે 27 વર્ષનો સંબંધ તૂટશે નહીં, ભાજપાનો જોડ છે તે તૂટશે નહીં.
અનુરાગ ઠાકુરે કહ્યું કે દેશ અને દુનિયામાં ગુજરાતના વખાણ થાય છે. આ ભાજપની મોટી દેન છે. આ બધું ગુજરાતની જનતાના કારણે થયું છે. ત્યારે તો નરેન્દ્રભાઇથી લઇ ભુપેન્દ્રભાઇ સુધી ગુજરાતમાં વિકાસ, વિકાસ, વિકાસ છે. આ લોકો જ ગુજરાતને આગળ લઇ જશે. ગુજરાત ઘણા બધા ક્ષેત્રમાં નંબર વન છે. સાથો સાથ દુનિયાની સૌથી મોટી પ્રતિમા કયાં તો ગુજરાતમાં.