ગુજરાતના પાલિતાણામાં પીએમ મોદીએ ચૂંટણી પ્રચારના ભાગ રૂપે સભા સંબોધી. જેમાં તેઓએ કહ્યું કે દરેક જગ્યાએ એક અવાજ, ફરી ભાજપ સરકાર. તેઓએ કહ્યું કે આ ચૂંટણી નક્કી કરશે કે ગુજરાત વિકસિત અને સમૃદ્ધ બનશે. તેઓએ વિપક્ષ પર પ્રહાર કર્યો. તેઓએ કહ્યું કે કોંગ્રેસની નીતિ ભાગલા પાડોની છે. વર મરો, કન્યા મરો, મારું તરભાણુ ભરો એવું છે. આ સાથે જ આજે 4 જગ્યાઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રચાર કર્યો છે. તેઓએ કહ્યું કે રાજ્યની શાંતિને કોંગ્રેસે પીંખી નાંખી છે. તેઓએ સાવલીમાં હુંકાર ભર્યો અને જનતાને સંબોધી. જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા હોવાનું પણ સામે આવ્યું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.