પંડિત જવાહરલાલ નેહરુ અને મહાત્મા ગાંધીને લઈને કેન્દ્રીય મંત્રીનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે પંડિત જવાહરલાલ નહેરુ નશો કરતા હતા. રાજસ્થાનના ભરતપુરમાં આયોજિત નશા મુક્તિ જાગરણ અભિયાન કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોરે કહ્યું કે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ નશો કરતા હતા. એટલું જ નહીં તેમણે મહાત્મા ગાંધીના પુત્ર વિશે પણ આવો જ દાવો કર્યો હતો.
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોર કહે છે, 'જવાહરલાલ નહેરુ નશો કરતા હતા, સિગારેટ પીતા હતા અને મહાત્મા ગાંધીના એક પુત્ર પણ નશો કરતા હતા. વાંચીને જોશો તો ખબર પડશે. આ રીતે નશાની દુનિયાએ આપણા દેશને સંપૂર્ણપણે કબજે કરી લીધી છે. અમારી અપીલ છે કે લોકોમાં નશાથી થતા તમામ પ્રકારના નુકસાન અંગે વધુ ડર પેદા થાય. જે રીતે ઝેરની દુકાનો નથી તેવી જ રીતે નશાની દુકાનો પણ બંધ થઇ જશે.