બિહારના પટનામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા હતા. જેને જોઈને બધાને આશ્ચર્ય થયું કે ચૌબે કેમ રડે છે. જો કે, પાછળથી જાણવા મળ્યુ કે બક્સરથી 2020ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર પરશુરામ ચતુર્વેદીના નિધનના સમાચાર મળ્યા બાદ ચૌબે રડી પડ્યા હતા.