બિહારના છપરામાં નકલી દારૂના કારણે અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે અને મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. બુધવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ છપરા સદર હોસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ઘણા લોકોની આંખોની રોશની ગુમાવવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં જ્યાં બિહારના મુખ્યમંત્રી નકલી દારૂના મુદ્દે વિધાનસભામાં નારાજ થયા છે તો બીજી તરફ તેમના મંત્રી સમીર મહાસેઠે આ અંગે વાહિયાત નિવેદન આપ્યું છે.