યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી અમેરિકાની મુલાકાતે છે. જ્યાં તેમણે વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે મુલાકાત કરી હતી. વોલોદિમીર ઝેલેન્સકી અને યુએસ પ્રમુખ જો બાઇડેન પ્રથમ વખત સામસામે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેમણે અમેરિકાના લોકો અને અમેરિકન કોંગ્રેસનો આભાર માન્યો હતો.
વોલોદિમિર ઝેલેન્સકી અને જો બાઇડેન વચ્ચે દ્વિપક્ષીય બેઠક
ઝેલેન્સકી અને બાઇડેન વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ થઈ હતી. બેઠક દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિએ યુએસ તરફથી મળી રહેલા સમર્થન માટે યુએસ કોંગ્રેસ અને અમેરિકન લોકોનો આભાર માન્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ બુધવારે યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી, જેમાં રિપબ્લિકન ધારાસભ્યોને રશિયા પર તેમના દેશના ક્રેકડાઉન માટે ભંડોળ ચાલુ રાખવા માટે સમજાવવાના પ્રયાસમાં હતા.