દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. રાજધાનીમાં પહાડી વિસ્તારો કરતાં વધુ શિયાળો જામ્યો છે. IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે આજે એટલે કે બુધવારે દિલ્હી, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના વિવિધ વિસ્તારોમાં કોલ્ડવેવની સંભાવના છે. હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે આગામી બે દિવસમાં રાજસ્થાનના વિવિધ ભાગોમાં તીવ્ર કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહી શકે છે. ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં પારો ગગડ્યો છે.