મહેસાણામાં અમેરિકા જવાની લાલચે વધુ એક પરિવાર છેતરાયો હોવાની ઘટના સામે આવી છે. મહેસાણાના પટેલ પરિવાર સાથે છેતરપિંડી થઈ છે. મહેસાણાના યુવકને અમેરિકા મોકલવાનું કહી એજન્ટોએ રૂ.50 લાખ પડાવ્યા હતા. જો કે બાદમાં અમેરિકા નહીં મોકલતા પરિવારે રૂપિયા પરત માંગતા એજન્ટોએ 5 લાખ પરત આપ્યા હતા. બાકીના 45 લાખ પરત ન આપતાં એજન્ટો સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.