સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ ગંભીર બની છે. ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદી મુદ્દે સુઓમોટો દાખલ કરી છે. સાબરમતી નદીના દુષિત પાણી મુદ્દે કોર્ટ મિત્રનો કોર્ટમાં મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, સાબરમતી નદીની સાથે અન્ય નદીઓ પણ પ્રદુષિત થઈ રહી છે.