વડાપ્રધાનનરેન્દ્ર મોદીસાથે અભિનેતાઅક્ષય કુમારે તેમના જીવનના ઘણાં અજાણ્યા કિસ્સાઓ વિશે ચર્ચા કરી હતી જે રાજકારણથી એકદમ અલગ હતી વાતચીતની શરૂઆતમાં જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે 24 કલાક રાજકીય વાતોમાં ગુંચવાયેલા હોઈએ છીએ આ વખતે પ્રથમવાર હળવી વાતો કરવાનો મોકો મળ્યો છે વાતચીત દરમિયાન અક્ષય કુમારે એક જોક્સ સંભળાવ્યો હતો અને તેના બદલામાં મોદી પણ અક્ષય કુમારને જોક્સ સંભળાવવાનું ચૂક્યા નહતા
ગુજરાતીઓ વિશે વાત કરતાં મોદીએ સંભળાવ્યો એક જોક્સ:અક્ષયે વડાપ્રધાન મોદીને કહ્યું, ગુજરાતીઓ પૈસાના બહુ ચીકણા હોય પરંતુ તમે સીએમ પદ છોડીને પીએમ બન્યા ત્યારે તમારા પૈસા અને પ્લોટ બધું દાન કરી દીધું? આ વાત કરતા અક્ષયે એક જોક્સ સંભળાવતા કહ્યું કે, એક ગુજરાતી જ્યારે મરી રહ્યો હતો ત્યારે તેણે પૂછ્યું કે, મારો છોકરો ક્યાં છે, મારી છોકરી અને પત્ની ક્યાં છે? બધાએ કહ્યું- અમે અહીંયા છીએ તો તે ગુજરાતીએ કહ્યું કે, તો દુકાને કોણ છે? ઓ જોક્સ સાંભળીને મોદી હસી પડ્યા અને કહ્યું ચલો એક હું પણ સંભળાવી દઉં એક વાર ટ્રેનમાં ઉપરની બર્થ પર એક પેસેન્જર ઊંઘતો હતો સ્ટેશન આવ્યું તો કોઈએ પૂછ્યું કે કયું સ્ટેશન આવ્યું? તો પેસેન્જરે કહ્યું કે, ચાર આના આપો તો જણાવું, ત્યારે બીજા મુસાફરે કહ્યું- રહેવા દે ખબર પડી ગઈ અમદાવાદ જ આવ્યું હશે