વડાપ્રધાનનરેન્દ્ર મોદીસાથે અભિનેતાઅક્ષય કુમારે તેમના જીવનના ઘણાં અજાણ્યા કિસ્સાઓ વિશે ચર્ચા કરી હતી જે રાજકારણથી એકદમ અલગ હતી વાતચીતની શરૂઆતમાં જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે 24 કલાક રાજકીય વાતોમાં ગુંચવાયેલા હોઈએ છીએ આ વખતે પ્રથમવાર હળવી વાતો કરવાનો મોકો મળ્યો છેવાતચીતમાં અક્ષયે પૂછ્યું, ‘જો અલાદ્દીનનો ચિરાગ તમને મળી જાય તો કઈ 3 ઈચ્છાઓ પૂરી કરવાની માંગ કરો?’ મોદીએ અણધાર્યો જવાબ આપતાં કહ્યું કે, સમાજશાસ્ત્રીઓ અને અભ્યાસવિદોના મનમાંથી એલાદ્દીન વિશેનો ખ્યાલ કાઢી નાંખવાની ઈચ્છા વ્યક્ત કરું’ વળી, તેમણે એ પણ કહ્યું કે, ‘આપણી સંસ્કૃતિ મહેનતની છે, ભાવિ પેઢીને મહેનત કરવાનું શીખવાડો’