સુરતઃ વરાછાના એકે રોડ પર આવેલા કોંગ્રેસના કાર્પોરેટરના મેડિકલ સ્ટોરને મહિલા ચાદર ગેંગે નિશાન બનાવી હતી અને 10 હજાર જેટલી રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી જોકે, ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે વરાછા વિસ્તારમાં આવેલા એકે રોડ પર કોર્પોરેટર દિનેશ કાછડિયાની મેડિકલ સ્ટોર આવેલી છે જેમાં ગત રાત્રે ચાદર ગેંગની 6 જેટલી મહિલાઓ ત્રાટકી હતી અને શટર ઉચું કરી મેડિકલ સ્ટોરમાંથી 10 હજાર જેટલી રકમની ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી જોકે, આ મહિલા ગેંગ સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે