ફતેહાબાદમાં આવેલી સરકારી હોસ્પિટલમાં ડિલીવરી માટે દાખલ થયેલી મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો જો કે સરકારી દવાખાનાનીસુરક્ષા વ્યવસ્થા પર ભરોસો રાખીને રાત્રે નિરાંતે સૂઈ જનાર માતાના લાડકવાયાને કોઈ અજાણી મહિલા ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી બાદમાંઉહાપોહ થતાં જ તંત્રએ સીસીટીવીમાં પીળા દુપટ્ટાવાળી મહિલાને બાળક લઈને જતાં જોઈ હતી પોલીસને પણ આ ઘટનાજાણ કરવામાંઆવતાં તેઓ તાબડતોડ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી પોલીસે પણ આ મહિલાની શોધખોળ કરીને ભોગ બનનાર પરિવારનેજલદીથી ન્યાય અપાવવાની વાત કરી હતી જો કે આવડી મોટી ઘોર બેદરકારી બહાર આવતાં જ અન્ય દર્દીઓએ પણ દવાખાનાના સત્તાવાળાઓસામે રોષ વ્યક્ત કર્યો હતો પોલીસે પણ તરત જ શહેરમાં નાકાબંધી કરીને શોધખોળ હાથધરતાં જ આ મહિલા ઝડપાઈ ગઈ હતી તેની ઓળખ
ચરણજીત કૌર નામે કરીને બાળકને પણ તેની પાસેથી સહીસલામત હાલતમાં કબજે લીધું હતું પોલીસ પણ હવે આ બાળકની ચોરી કરવાપાછળના કારણની તપાસ કરવામાં લાગી છે