બટાકાના બીજ મુદ્દે ગુજરાતના ખેડૂતો પર પેપ્સીકોનો એક કરોડનો દાવો, કંપની સમાધાન કરવા તૈયાર

DivyaBhaskar 2019-04-26

Views 1.9K

અમદાવાદઃ મલ્ટીનેશનલ કંપની પેપ્સીકો ઈન્ડિયા હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડે ઈન્ટેલેક્ચ્યુઅલ રાઈટના ભંગ બદલ ઉત્તર ગુજરાતના ચાર ખેડૂતો સામે કોમર્શિયલ કોર્ટમાં એક કરોડનો દાવો કર્યો છે આ અંગે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી આ સુનાવણી દરમિયાન પેપ્સીકોના વકીલે કોર્ટ બહાર સમાધાન માટે તૈયારી બતાવી હતી જો કે ખેડૂતો કોર્ટ બહાર સમાધાન કરવા તૈયાર છે કે નહીં તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી આ મામલે 12 જૂને સુનાવણી થશે

બીજ ખરીદી તેનું ઉત્પાદન અમને વેચવા માટે કરારો કર્યાં હતાઃ કંપનીના વકીલ
આ અંગે પેપ્સીકોના વકીલે જણાવ્યું કે, પહેલા અમારી પાસેથી બીજ ખરીદી તેનું ઉત્પાદન અમને વેચવા માટે કરારો કર્યા અને ભવિષ્યમાં મંજૂરી વિના રજીસ્ટર્ડ બીજનો ઉપયોગ ન કરવા માટે વચન આપ્યું હતું પરંતુ આજે શું સ્થિતિ છે? જ્યારે આ મામલે ચાર ખેડૂતોમાંના એક ખેડૂતે જણાવ્યું કે, અમને કંપની દ્વારા હેરાન કરવામાં આવ્યા છે પણ અમે કોઈ દબાણ સામે ઝુકીશું નહીં અમે લડાઈ માટે તૈયાર છીએ

કંપનીએ કહ્યું બીજ પર અમારી સત્તા છે અને તેને કોઈ વાપરી ન શકે
ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે,પેપ્સીકોએ ખેડૂતો સામે દાવો માંડતા કહ્યું છે કે,અમે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ મુજબ, બટાકાની કેટલીક જાત પર અમારુ પ્રભુત્વ, આધિપત્ય, અધિકાર અને એકાધિકાર ધરાવીએ છીએ, અમને જે ઈન્ટેલેક્ચ્યુલ રાઈટ પ્રમાણે અધિકાર મળ્યો છે તે અધિકારનો ભંગ કરીને ઉત્તર ગુજરાતના ચાર ખેડૂતો અમારા બીજના એકાધિકારપણાને અવગણીને બટાકા ઉગાડે છે ભારત સરકારની લેબોરેટરીમાં બીજ મુકીને કહે છે આ અમારા બીજ છે અને તેના પર અમારો એકાધિકાર છે અને તેનો ભંગ થાય છે એટલે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટનો ભંગ થાય છે, એટલે અમને દરેક ખેડૂત એક કરોડનું વળતર આપે અને સાથે સાથે કોમર્શિયલ કોર્ટ એવો ચુકાદો આપે આ બીજ પર અમારી સત્તા છે અને તેને કોઈ વાપરી ન શકે અને તેનો ઉપયોગ હંમેશ માટે બંધ કરવામાં આવે

ખેડૂતોના વકીલે આગળ જણાવ્યું કે, સાથે સાથે પેપ્સીકોએ આ ખેડૂતોને કહ્યા કે પૂછ્યા વિના તેમના ખેતરમાં જઈ સ્ટિંગ ઓપરેશન કર્યું અને ચારેચાર દાવામાં પેનડ્રાઈવ પુરાવા રૂપે રજૂ કરી જેની અંદર પેપ્સીકો કહે છે આ ખેડૂતો કહે છે અમે કાયદાનો ભંગ કરીએ છીએ અને કમાણી કરીએ છીએ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS