વિસનગર: વાલમ ગામમાં હાથિયા ઠાઠુ મહોત્સવ રવિવારે સંપન્ન થયો હતો આ ઉત્સવ દરમિયાન એક દૂર્ઘટના ઘટી હતી જેમાં આગળ દોડતો યુવાન પટકાયો હતો અને તેની ઉપરથી બે બળદગાડા પસાર થતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 18 વર્ષીય યુવાન જય જશવંતભાઈ પટેલનું ઘટના સ્થળે જ મોત થયું હતું પરંપરાએ એક યુવાનનો ભોગ લીધો હોવાની લોકોમાં ચર્ચાઓ થવા લાગી હતી યુવાનના મોત મામલે વિસનગર તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી