સુરતઃસહારા દરવાજા સરદાર માર્કેટ નજીક બીઆરટીએસ રૂટમાં સિટી બસની અડફેટે યુવકના મોત બાદ લોકો રોષે ભરાયા હતા બસમાં તોડફોડ કરતા મામલો ઉગ્ર બન્યો હતો જોકે પોલીસ અધિકારીઓ કાફલા સાથે દોડી આવતા મામલો થાળે પડ્યો હતો મળતી માહિતી પ્રમાણે, સહારા દરવાજા ખાતે આવેલી સરદાર માર્કટ નજીક સિટી બસ(GJ-05-BZ-4201) બીઆરટીએસ રૂટમાં પૂર ઝડપે પસાર થઈ રહી હતી દરમિયાન એક યુવકને અડફેટે લઈને ઢસડ્યો હતો અકસ્માતના પગલે આસપાસની મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા અને ઉશ્કેરાયેલા લોકોએ સિટી બસમાં તોડફોડ કરવાનું ચાલું કરી દીધું હતું જેથી ડ્રાઈવર ભાગી ગયો હતો યુવકના મોત અને સિટી બસમાં તોડફોડની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી મૃતકની ઓળખ બારડોલીના આશિયાના નગરમાં રહેતા પરવેઝ રઝાક રાઈન (ઉવ 20) તરીકે થઈ હતીપરવેઝ છૂટક મજૂરી કરી પરિવારને મદદ રૂપ થતો હતો હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે