અમદાવાદઃAMCના ઇજનેર વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં ડ્રેનેજ લાઇનની સફાઈ કરતી વખતે ડિસીલ્ટીંગમાં તંત્રએ બેદરકારી દાખવી છે જેમાં એક મેઇનહોલમાંથી કાઢવામાં આવેલા સિલ્ટને અન્ય મેઇનહોલમાં ઠાલવવામાં આવ્યો છે ઉત્તરઝોનના સરસપુર વિસ્તારમાં આ બનાવ બન્યો છે મહત્વનું છે કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ડ્રેનેજ લાઇનની સફાઈ માટે કરોડો રૂપિયા આપાવામાં આવે છે જેને લઇને કોન્ટ્રાક્ટરો કરોડો રૂપિયાની ભ્રષ્ટાચારી કરતા હોવાની વાત ઉજાગર થઈ છે