પિતાને જેલ ભેગા કરવા માટે દોઢ કિમી દોડ્યો 8 વર્ષનો માસૂમ, પોલીસે હિંમતના વખાણ કર્યા

DivyaBhaskar 2019-05-01

Views 2.3K

ઉત્તરપ્રદેશના સંત કબીર નગરમાં રહેતા મુસ્તાક નામના એક બાળકના પોલીસ સાથેના ફોટોએ સોશિયલ મીડિયામાં હલચલ મચાવી દીધી છેપોલીસ અધિકારી પાસે ઉભેલા આ માસૂમને જોઈને પહેલી નજરે તો એવું જ લાગે કે કદાચ આ ટાબરિયો કોઈ ગુનો કરતાં પોલીસના હાથે પકડાઈગયો હશે જો કે હકિકત સાવ અલગ જ છે, મુસ્તાકે જે કામ કર્યું હતું તે જોઈને પોલીસે પણ તેની સરાહના કરવા માટે જ આ ફોટો તેમના ટ્વિટરઅકાઉન્ટ પર અપલોડ કર્યા હતા આ પોસ્ટ મુજબ આઠ વર્ષના મુસ્તાકના પિતા તેની મમ્મી સાથે મારપીટ કરતા હતા, જેથી તે તેની માતાનેપિતાના ત્રાસથી છૂટકારો અપાવવા માટે દોઢ કિમી દોડીને પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો જ્યાં પહોંચીને તેણે તેની માતાની વ્યથા પોલીસને કહીનેતેના પિતા સામે જ ફરિયાદ નોંધવાની આજીજી પણ કરી હતી જે બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી કરીને તેના પિતાની ઘરેલું હિંસાના
મામલે ધરપકડ કરી હતી યૂપી પોલીસના સિનિયર અધિકારીએ પણ લોકો પોતાની ફરજો અને હકો પ્રત્યે જાગૃત થાય તે માટે મુસ્તાકનો આકિસ્સો દુનિયા સમક્ષ મૂકીને કહ્યું હતું કે, આ બાળકે તેની માતા પર પિતા દ્વારા ગુજારાતા જુલમ સામે ફરિયાદ કરી છે આ નાના બાળકે આપણનેશિખવા અને સમજવા માટે બહુ જ ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે એકબાજુ ઘણા એવા લોકો છે જેઓ પોલીસ પાસે ફરિયાદ કરવા જતાં પણ ડરેછે તો બીજીબાજુ આ બાળકે સાહસનો પરિચય આપીને એ મજબૂત સંદેશો આપ્યો છે જુલમને સહન કરીને વધુ તકલીફો સહન ના કરો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS