વડોદરાઃ ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત દવેએ આજે વડોદરા ખાતે ગુજરાતનું સર્વપ્રથમ સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રને ખૂલ્લું મૂકયું હતુ જોકે બેઠક વ્યવસ્થાના મુદ્દે આંદોલન કરી રહેલા વકીલોએ વિરોધ કરે તે પહેલાં જ પોલીસે 10 જેટલા વકીલોની અટકાયત કરી હતી બાળક કોઇપણ દબાણ કે પ્રભાવ હેઠળ આવ્યા વગર જુબાની આપી શકે તે માટે રાજ્યનું પ્રથમ સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર વડોદરા કોર્ટ સંકુલમાં સ્થાપવાનો નિર્ણય કરાયો હતો