વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને એક યુવકનો સવાલ મળ્યો હતો કે ‘મને એક યુવતી સાથે પ્રેમ થયો હતો, શરૂમાં બરાબર ચાલ્યું પણ, પછી એનો પ્રેમ ઓછો થવા લાગ્યો છોકરીને પૂછ્યું ત્યારે તેણે એવો જવાબ આપ્યો કે હું બીજા સાથે પ્રેમમાં છું આના કારણે હું ખૂબ જ દુખી થઈ ગયો છું મે કહ્યું એ છોકરો તારાથી મોટી ઉંમરનો છે, હું તને સૌથી વધુ સમજી શકું છુંછતાં તે કેમ આવું કર્યું હું ખૂબ ડિસ્ટર્બ છું, તો શું કરવું?’ જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ