મિઝોરમના ઐઝૉલમાં આવેલી સરકારી હાઈસ્કૂલમાં ફરજ નિભાવતા આચાર્યના વિદાય સમારંભમાં વિદ્યાર્થિનીઓએ ભાવુક દૃશ્યો સર્જ્યાં હતાંપોતાના પ્રિય શિક્ષક અને આચાર્યની અન્ય શાળામાં બદલી થતાં જ આ વિદ્યાર્થિનીઓએ તેમના હાથ-પગ પકડીને નહીં જવા માટે આજીજી કરીહતીલાલરામ માવિયા નામના આ હેડમાસ્ટરે પણ આજ શાળામાં સતત 32 વર્ષ સુધી ભણાવ્યું હતું હવે આ શાળા છોડીને જવાનું દુખ તેમનેપણ હતું તેમના કહ્યા મુજબ શાળાનો આ છેલ્લો દિવસ આટલો ઈમોશનલ બની જશે તેવી કલ્પના પણ નહોતી કરી હું પોતે શિસ્તમાં માનું છુંઅને મારી છાપ પણ શાળામાં કડક શિક્ષક તરીકેની હતી મને વિશ્વાસ નથી આવતો કે મારા સ્ટૂડન્ટ્સ મને આટલો બધો પ્રેમ કરે છે આ વિદાયસમારંભ સમયે વિદ્યાર્થિનીઓએ ધ્રૂસકે-ધ્રૂસકે રડીને તેમને શાળામાં રોકાઈ જવાની અપીલ કરી હતી જો કે શિસ્તપ્રિય એવા લાલરામ સાહેબે પણભારે હૈયે શાળામાંથી વિદાય લીધી હતી આ એજ શાળા હતી જ્યાં લાલરામ માવિયાએ પણ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કર્યો હતો મિઝોરમના આહેતાળ આચાર્યના શાળાના અંતિમ દિવસનો વીડિયો વાઈરલ થવા લાગ્યો હતો