રાજકોટ:બચ્ચન પરિવારને પત્ર લખુ તો એ મને સામે પત્ર લખે જેતપુરમાં રહેતી દિવ્યાંગ યુવતિ આવા શબ્દો બોલે તો કેટલાય હસીને જતા રહે, મજાક ઉડાવે પરંતુ વંદના કોઇને પુરાવા બતાવે એટલે સામે વાળાની આખો પહોળી થઇ જાય અભિતાભ બચ્ચન સહિત તેના પરિવારમાં બધા વંદનાને પત્રમાં જવાબો આપે છે વંદનાનુ 80 શરીર સાથ નથી આપતું, છતા તેને બીકોમ સુધી અભ્યાસ કર્યો અને હાલ ઝેરોક્ષની દુકાન ચલાવે છે દુકાનમા ચારે બાજુ બચ્ચનના ફોટા લગાવ્યાં છે કારણ કે વંદના બચ્ચનની જબરી ફેન છે તેને રુબરુ મળવાની ઇચ્છા હજુ બાકી છે તે સપનુ પુરૂ કરવા તે બોમ્બે જવા પણ તૈયાર છે