નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનો હવે છેલ્લો અને સાતમો તબક્કો બાકી છે ત્યારે નેતાઓના નિવેદનો સતત ચર્ચામાં છે હાલમાં જ વડાપ્રધાન મોદીનું નિવેદન ઘણું ચર્ચાઈ રહ્યું છે, સાથે સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ થઈ રહ્યું છે એક ન્યૂઝચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં PMએ કહ્યું હતું કે બાલાકોટમાં જે સમયે એર સ્ટ્રાઈક થઈ ત્યારે રાત્રે વાતાવરણ અનુકૂળ નહોતું વાદળછાયું વાતાવરણ અને વરસાદનો માહોલ જોઈને આ સિક્રેટ મિશન આગળ વધારવું કે નહીં તેના વિશે જ અવઢવ હતી બાદમાં મેં જ આઈડિયા આપ્યો હતો કે આ જ સૌથી સારો મોકો છે કેમ કે વાદળોના કારણે આપણાં ફાઈટર પ્લેન દુશ્મનના રડારમાં નહીં આવે PMના આ નિવેદન પર રાજકીય પક્ષો પણ કટાક્ષ કરી રહ્યાં છે રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે પણ પીએમ મોદીના રડારવાળા નિવેદન પર કટાક્ષ હતો કોંગ્રેસ પણ આ મુદ્દો મળી જતાં તેમણે પણ ટ્વીટ કર્યું હતું જો કે ત્યારબાદ તો ટ્વિટર પર ક્લાઉડી મોદીનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હતો જેમાં અનેક યૂઝર્સે અવનવાં મિમ્સ બનાવીને રમૂજ કરી હતી આ બધા કોમનમેનના એવા ક્રિએટીવ મિમ્સ છે જેના વિશે અક્ષયકુમાર સાથેના ઇન્ટરવ્યૂમાં પણ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમને સામાન્ય લોકોની આવી ક્રિએટિવ થોટ્સ ગમે છે તેઓદુ:ખી થવાના બદલેતેની અંદર રહેલા હાસ્યને માણે છે જોઈ લો, મિર્ઝા ક્લાઉડીથી માંડીને ક્લાઉડી રાઠૌરનો નવો અંદાજ
જોઈ લો, મિર્ઝા ક્લાઉડીથી માંડીને ક્લાઉડી રાઠૌરનો નવો અંદાજ