સુરતઃ વલસાડ જિલ્લાના કાપરાડાની એક યુવતીને 9 વર્ષ પ્રેમ કરી લગ્નની લાલચ આપી શરીર સુખ માણતો હતો યુવતીએ અનેક વખત લગ્ન કરવાની જીદ્દ કરતા બહાના બતાવી છટકી જતો હતો યુવતીને પ્રેગ્નેટ કરી દીધા બાદ યુવતી સાથે મંદિરમાં સાદાઈથી લગ્ન કર્યા હતા યુવતીને સાસરે લઈજવાની જગ્યારે પિયરમાં રાખી મૂકી હતી યુવતીએ કપરાડા પોલીસ અને 181 હેલ્પલાઇનની મદદ મેળવી હતી જેમાં યુવકે યુવતીને 2 દિવસમાં ઘરે લઈજવાની એફિડેવિટ કરી આપવામાં આવી હતી યુવકે યુવતીની જાણ બહાર અન્ય યુવતી સાથે સગાઇ કરી લીધી હતી જેથી યુવતી 9 માસના ગર્ભ સાથે જિલ્લા પોલીસ વડાના દ્વારા ન્યાય માટે આવી પહોંચી હતી