કાજરડીમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સગર્ભાનું મોત

DivyaBhaskar 2019-05-16

Views 277

જૂનાગઢ: ઉનાના કાજરડી ગામમાં બુધવારે સગર્ભા મહિલાને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી જે બાદ ડોક્ટરે સારવાર કરી રજા આપી દીધી હતી પરંતુ રજા આપ્યા બાદ ઘરે ફરી તબિયત લથડતા સગર્ભા મહિલાને ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું બાળક સહિત સગર્ભાના મોતના મામલે પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે હાલ સગર્ભાના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે પરિવારજનોનો આક્ષેપ છે કે દવાખાનામાં કોઈ મોટા ડોક્ટર હતા નહી અને અમને જે ઈન્જેક્શન લાવવાનું કહેતા હતા તે અમે લઈ આવતા હતાજેથી ડોક્ટરની બેદરકારીના કારણે સગર્ભાનું મોત નિપજ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS