વડોદરાઃપશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સ પર થયેલા હુમલાના વિરોધમાં આજે દેશભરના ડોક્ટર્સ આજે એક સાથે હડતાળ પર ઉતર્યા છે વડોદરા શહેરના તમામ ડોક્ટર્સ પણ હડતાળને ટેકો આપ્યો છે અને આજે પોતાની કામગીરીથી અળગા રહ્યા છે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલના તમામ ડોક્ટર્સ પણ આજે પોતાની કામગીરીથી દૂર રહેતા ઓપીડી સહિતના વિભાગોમાં આવતા દર્દીઓ અટવાઇ ગયા હતા ખાસ કરીને મધ્યપ્રદેશથી કેન્સર અને લિવરની સારવાર માટે વડોદરા આવેલા દર્દીઓ બે દર્દીઓ ખુબ જ હેરાન થયા હતા