વડોદરાઃવડોદરામાં ડેન્ગ્યુની બીમારી બેકાબુ બની રહી છે માત્ર 2 દિવસમાં 5 લોકો ડેન્ગ્યુને કારણે મોતને ભેટ્યા છે, ત્યારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે સયાજી હોસ્પિટલમાં બેટ ખૂટી પડતા દર્દીઓને નીચે સુવડાવીને સારવાર કરવામાં આવી રહી છે વડોદરામાં જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધી 4500થી વધુ દર્દીઓના સેમ્પલ લેવાયા હતા જેમાંથી 900 કેસો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા જેને પગલે વડોદરાની તમામ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ફૂલ થઇ ગયા છે સયાજી હોસ્પિટલના વોર્ડમાં 50 બેડની સામે દર્દીઓની સંખ્યા વધી જતા દર્દીઓને નીચે સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે આ મામલે દિવ્યભાસ્કરે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાજીવ દેવેશ્વરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો નહોતો