દેહરાદૂનઃ વડાપ્રધાન મોદી રવિવારે કેદારનાથથી બદ્રીનાથ પહોંચી ગયા, જ્યાં તેઓએભગવાન બદ્રીનાથજીની પૂજા-અર્ચના કરી આ પહેલાં તેઓ લગભગ 17 કલાક સુધી કેદારનાથની ગુફામાં રહ્યાં બાદ બહાર નીકળ્યાં હતા અને ભગવાન શિવની બીજી વખત પૂજા કરી હતી મોદીએ કહ્યું કે ગઈકાલે ગુફામાં રહ્યાં બાદ બહારની દુનિયાથી પૂરી રીતે સંપર્ક કપાય ગયો હતોઆ વચ્ચે તૃણુમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખીને મોદીની યાત્રાના કવરેજને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે
શનિવારે મોદી કેદારનાથ પહોંચ્યા હતા જ્યાં તેઓએ ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી જે બાદ કેદારધામમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી શનિવારે બપોરે 2 કિલોમીટરના ચઢાણ બાદ ગુફામાં ધ્યાન લગાવવા ગયા હતા
'યાત્રાનું કવરેજ આચારસંહિતાનું ઉલ્લંઘન': તૃણુમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચને લખ્યું કે, "લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ગયો છે પરેશાન કરનારી વાત તો એ છે કે મોદીની કેદારનાથ યાત્રા છેલ્લાં બે દિવસથી મીડિયામાં વ્યાપક રીતે કવરજે કરવામાં આવી રહી છે આ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન છે"
હું ભગવાન પાસે ક્યારેય કંઈ જ માગતો નથી-મોદીઃ ગુફામાં નીકળી કેદારનાથ મંદિરમાં બીજી વખત પૂજા કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, "વડાપ્રધાન બન્યો, ઉત્તરાખંડમાં સરકાર બની અહીં ત્રણ-ચાર મહિના જ કામ કરી શકાય છે, મોટા ભાગના સમયમાં બરફ જ હોય છે આ ધરતીથી મારો એક ખાસ સંબંધ રહ્યો છે, કાલથી હું ગુફામાં એકાંત માટે જતો રહ્યો હતો આ ગુફાથી 24 કલાક બાબા દર્શન કરી શકાય છે વર્તમાનમાં શું થયું તેનો ખ્યાલ નથી માત્ર એકાંતમાં જ હતો"
તેઓએ કહ્યું કે વિકાસનું મારું મિશન, પ્રકૃતિ પર્યાવરણ અને પર્યટન, આસ્થા અને શ્રદ્ધાને વધુ સંભાળ રાખવા માટે શું કરી શકાય છે, આધ્યાત્મિક ચેતના ન કરી શકાય પરંતુ અડચણ આવતા રોકી શકાય છે હું વીડિયો કોન્ફરન્સ કરી કામોની સમીક્ષા કરું છું પીએમએ કહ્યું કે કપાટ ખુલે તે પહેલાં સેંકડો લોકોને કામ કરવું પડે છે, સામાન્ય લોકોની સુવિધાનું ધ્યાન રાખવું પડે છે હું ક્યારેય કંઈ જ નથી માગતો, માગવાની પ્રવૃતિથી સહમત જ નથી પ્રભુએ આપણે માગવાની જરૂર ન પડે તેવા યોગ્ય જ બનાવ્યાં છે