વડોદરાઃ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વેપારીએ મોદી સરકારની જીતની ખુશીમાં 700 કિલો જેટલા ખમણનું મફતમાં વિતરણ કર્યું હતું ગાયત્રી ખમણની દુકાનમાં લોકોએ ખમણ લેવા માટે દુકાનની બહાર લાઇનો લગાવી હતી સવારે વાગ્યાથી લઇને બપોરે 3 વાગ્યા સુધીમાં 5 હજારથી વધુ લોકોએ મફત ખમણનો લાભ લેશે ખમણના વેપારી અનિલભાઇ અગ્રવાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની જીતની ખુશને કારણે અમે લોકો પણ ખુબ ખુશ છીએ આ ઉપરાંત રંજનબેન ભટ્ટ પણ મોટા માર્જીનથી જીત થઇ છે, તેની ખુશીમાં આજે અમે લોકોએ મફત ખમણનું વિતરણ કર્યું છે