73માં સ્વતંત્રતા દિવસે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે સોનીપતમાં તિરંગો લહેરાવ્યો હતો તેમણે પ્રદેશવાસિયો સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી સીએમએ તમામ શહીદોને નમન કર્યું
સીએમએ કહ્યું કે, થોડા દિવસ પહેલા આપણને અભૂતપૂર્વ ખુશી મળી છે ભારત માતાના માથા પર અનુચ્છેદ 370 પીડા આપનારું હતું પરંતુ કૃષ્ણ-અર્જુનની જેમ વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની જોડીએ આ પીડામાંથી મુક્તી અપાવીને સરદાર પટેલનું સપનું પુરુ કર્યું છે હરિયાણાના જવાનોએ કાશ્મીર માટે શહીદી વ્હોરી છે, અમારા યુવાનો , રાષ્ટ્રીય એકતા, અખંડતા માટે પણ ક્યારેય નમતું નહીં આપે આ દરમિયાન સીએમએ છેલ્લા પાંચ વર્ષમાં હરિયાણા સરકાર દ્વારા કરાયેલા કાર્યોને વાગોળ્યા હતા અને કહ્યું કે આપણે પંડિત દીનદયાળ ઉપધ્યાયની અંત્યોદય વિચારધારા પર સતત કામ કરી રહ્યા છીએ છેલ્લા પાંચ વર્ષમાં અમે ઈમાનદારીથી કામ કર્યુ, જેનો અમને સંતોષ છે દેશની એકતા-અખંડતા માટે અમે મળીને કામ કરીશું