સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડ કોર્મોશીયલ કોમ્પેલક્ષમાં શુકવારે બપોરે સાડા ત્રણ વાગ્યે વિકરાળ લાગેલી આગનીઘટનામાં 19 લોકો જીવતા ભળથું થઈ ગયા હતા જીઇબીના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હતી બાળકો આગથી બચતા હોયતે દર્દનાક વીડિયો પણ જોતજોતામાં વાઈરલ થવા લાગ્યો હતો આ વીડિયોમાં જોવા મળતી માસૂમોની દયનીય દશા અને તેમના મૃત્યુનાસમાચાર સાંભળીને સ્થાનિકો સહિત અનેક લોકો ઘટનાસ્થળે ઉમટ્યા હતા પાલિકા, ફાયરબ્રિગેડ અને જીઈબીની બેદરકારી સામે આવતાં જતેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો તંત્રીની લાલિયાવાડીના કારણે એક સ્વયંભુ રોષ પ્રગટ્યો હતોજેના કારણે લોકોએ પણ ગુજરાતના મુખ્યમંત્રીવિજય રુપાણીના નામના હાય હાયના નારા લગાવ્યા હતા આ અંગે પ્રજાજનોનું કેવું છે કે રૂપાણી સરકાર વાલી-વિદ્યાર્થીઓ અને સામાન્ય
જનતાની સુરક્ષા મુદ્દે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાથી નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ