બિહારના મુઝફ્ફરપુરના એક્યૂટ એંસેફેલાઈટિસ સિંડ્રોમ (AES) એટલે કે મગજના તાવમાં અત્યાર સુધી 108 બાળકોના મોત થયા છે છેલ્લા એક સપ્તાહથી સતત બાળકો આ તાવથી પીડાઈ રહ્યા છે અને હવે રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારને હોસ્પિટલની મુલાકાત લેવાનો સમય મળ્યો છે નીતિશ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે લોકોએ તેમનો ખૂબ વિરોધ કર્યો હતો બહાર ઉભા રહેલા લોકોએ નીતિશ ગો બેકના નારા પણ લગાવ્યા હતા
સરકાર સતત એક્શન લેવાનો દાવો કરી રહી છે તેમ છતા અહીં બીમાર બાળકોની સંખ્યા 414 થઈ ગઈ છે મગજના તાવથી પીડિત મોટા ભાગના બાળકો મઝફ્ફરપુરની સરકારી શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ અને કેજરીવાલ હોસ્પિટલમાં એડમિટ છે
અત્યાર સુધી એસકેએમસીએચ હોસ્પિટલમાં 89 અને કેજરીવાલ હોસ્પિટલમાં 19 બાળકોના મોત થયા છે મગજના તાવથી શરૂ થયેલા વિવાદ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે મુઝફ્ફરપુરની એસકેએમસીએચ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિ જાણી હતી
કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધન અને બિહારના સ્વાસ્થય મંત્રી મંગલ પાંડે સામે બીમારી પહેલાં એક્શન નહીં લેવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે બાળકોના મોતથી માનવધિકાર આયોગને કેન્દ્ર અને રાજ્ય સરકારે નોટિસ મોકલી છે