બૉલિવૂડની સુપરહિટફિલ્મ્સમાંની એક 'યે જવાની હૈ દિવાની'ને 31 મેના રોજ છ વર્ષ પૂરા થયા, આ ફિલ્મમાં પ્રેમ, દોસ્તી અને સપનાઓની દુનિયાને બખુબી બતાવાયા હતા જે એક પેઢીને જીવનભર માટે બદલીને રાખી દે છે આ ફિલ્મમાં રણબિર કપૂર અને દીપિકા પાદુકોણ પોતાના બ્રેકઅપ પછી પહેલી જ વાર સ્ક્રિન પર દેખાયા હતા જેને લઇને તેના ફેન્સને પણ ઉત્સુકતા હતી ત્યારે પોતાની ફિલ્મના છ વર્ષ પૂરા થવાની યાદમાં બંને સ્ટાર્સે તેની યાદગાર ઉજવણી કરી હતી અને ફિલ્મના જ સોંગ બલમ પિચકારી પર શાનદાર ડાન્સ કર્યો હતો