રાજકોટ: શહેરમાં દેશી દારૂના અડ્ડા તરીકે પ્રખ્યાત કુબલિયાપરમાં અઠવાડિયામાં પોલીસની બીજ વખત રેડ પડી હતી ભક્તિનગર પોલીસ ટીમ દ્વારા વહેલી સવારથી જ દેશી દારૂના અડ્ડા પર મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી રેડ પડતા જ દેશી દારૂ બનાવનારાઓ ભાગી છૂટ્યા હતા પરંતુ પોલીસે ભઠ્ઠી પર રેડ પાડી હજારો લીટર દેશી દારૂના મટિરીયલનો નાશ કર્યો હતો પોલીસ દેશી દારૂના અડ્ડા પર રેડ પાડી રહી છે ત્યારે મોટા બૂટલેગરોને ક્યારે ઝડપશે તેવો સવાલ લોકો કરી રહ્યા છે