ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર ગૌરવ અહલૂવાલિયાએ સોમવારે ઈસ્લામાબાદમાં કુલભૂષણ જાધવની મૂલાકાત કરી પાકે રવિવારે બીજી વખત કુલભૂષણને કાઉન્સેલર એક્સેસ આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જેનો ભારતે સ્વીકાર કર્યો હતો 25 ડિસેમ્બર 2017એ જાધવની માતા અને પત્નીએ ઈસ્લામાબાદમાં તેની મુલાકાત કરી હતી
પાક વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદે રવિવારે કહ્યું હતું કે જાધવને વિયના કન્વેન્શન અંતર્ગત કાઉન્સેલર એક્સેસ મળશે તેમણે કહ્યું કે એક્સેસ આઈસીજેના નિર્ણય અને પાકિસ્તાનના કાયદા અંતર્ગત આપવામાં આવશે અગાઉ પાકિસ્તાન સરકારે આઈસીજેના નિર્ણયના 11 દિવસ બાદ કુલભૂષણને સશરત એક્સેસ આપવાનો નિર્ણય લીધો હતો ત્યારે ભારતે કહ્યું હતું કે ઈન્ટરનેશનલ કોર્ટના આદેશ મુજબ અમે જાધવ માટે ઝડપથી એક્સેસ ઈચ્છીએ છીએ
સોમવારે 12 વાગે કુલભૂષણ જાધવને માત્ર બે કલાક માટે આ એક્સેસ મળશે આ દરમિયાન ભારતના ડેપ્યૂટી હાઈ કમિશ્નર ગૌરવ અહલૂવાલિયા કુલભૂષણ જાધવ સાથે મુલાકાત કરશે કુલભૂષણ સાથે મુલાકાત કરનાર પ્રતિનિધિ મંડળના પ્રમુખ ગૌરવ અહલૂવાલિયાએ કહ્યું છે કે, આશા છે કે પાકિસ્તાન મુલાકાત દરમિયાન વાતાવરણ સારુ રહેશે અને તેમાં આઈસીજેના આદેશોનું પાલન કરવામાં આવશે
કુલભૂષણ જાધવને 2017માં પાકિસ્તાની એક કોર્ટે મોતની સજા સંભળાવી છે પરંતુ ભારતે તે વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી કરી હતી અને ત્યાં ભારતને સફળતા મળી છે હવે આ લાંબી લડત પછી પાકિસ્તાન કુલ ભૂષણ જાધવને આંતરરાષ્ટ્રીય નિયમો અંતર્ગત કોન્સ્યુલર એક્સેસ આપવા તૈયાર છે