વડાપ્રધાન મોદીએ NDA સત્તામાં ફરી આવ્યાં બાદ રવિવારે પહેલી વખત દેશવાસીઓ સાથે મન કી બાત કરી મોદીએ કહ્યું કે ચૂંટણી દરમિયાન તમારી સાથે વાત ન કરી શક્યો તેનો અફસોસ છે મેં આ કાર્યક્રમને બહુ જ યાદ કર્યો મન થયું કે ચૂંટણી પૂર્ણ થઈને તાત્કાલિક તમારી સાથે વાત કરું, પરંતુ પછી વિચાર્યુ કે આ કાર્યક્રમના રવિવારના ક્રમને જ યથાવત રાખું
મોદીએ કહ્યું- 'મારા પ્યારા દેશવાસીઓ, નમસ્કાર લાંબા સમય પછી ફરી એક વખત તમારી સૌની વચ્ચે મન કી બાત, જન કી બાત, જન જન કી બાત, જન મન કી બાત કાર્યક્રમની પરંપરા શરૂ કરીએ છીએ ચૂંટણીમાં વ્યસ્તતા ઘણી હતી પરંતુ મન કી બાતને ઘણું યાદ કરતો હતો વચ્ચેનો જે સમય ગયો તે ઘણો જ કઠીન હતો જ્યારે મન કી બાત કરું છું તો અવાજ મારો જ છે પરંતુ વાત તમારી છે, પરાક્રમ તમારું છે એક વખત તો મન થયું કે ચૂંટણી પૂર્ણ થતાં જ તમારી સાથે વાત કરું, પરંતુ પછી રવિવારે જ વાત કરવાનું મન થયું આ રવિવારે ઘણી રાહ જોવડાવી'