રવિવારે કેરળના કોટ્ટાયમમાં રહેવાવાળી 24 વર્ષીય લતીશા અંસારી નામની એક યુવતીએ વ્હીલચેર પર બેસીને ઓક્સિજન સિલિંડર સાથેયૂપીએસસીની પ્રિલિમ્સની એક્ઝામ આપી હતી આવી કપરી હાલતમાં પણ તે પરીક્ષા આપતી હોય તેવોવીડિયો સોશિયલ મીડિયામાં અપલોડથતાં જ યૂઝર્સે પણ તેના જુસ્સાને સલામ કરી હતી લતાશાએ હાડકાં સંબંધિત બિમારી અને શ્વાસ લેવામાં પણ પડી રહેલી તકલીફોની સામેલડીને પણ સિવિલ સેવાની આ પ્રી-એક્ઝામ આપી હતી જો તેની આ બિમારી વિશે વાત કરીએ તો તે જન્મ સમયથી જ ટાઈપ-ટૂઓસ્ટિયોજેનસિસ ઈંપરફેક્ટા એટલે કે બ્રિટલ બોન ડિસીઝ નામની બિમારી સામે ઝઝૂમી રહી છે સાથે જ છેલ્લા એક વર્ષથી તેને શ્વાસ લેવામાંતકલીફ પડતી હોવાથી તેને કાયમ ઓક્સિજન સિલિંડરપણ પાસે જ રાખવું પડે છે યૂઝર્સે લતીશાના જુસ્સાને તો સલામ કરી હતી સાથે જ જિલ્લા
કલેક્ટર સુધીર બાબુનો પણ આભાર માન્યો હતો કે જેમણે ઓક્સિજન કૉન્સેંટ્રેટરની સુવિધા ગોઠવી આપી હતી